મોરબીના રાજમાર્ગો પર જન્માષ્ટમીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળશે

સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત કૃષ્ણ જન્મોત્સવ અનુસંધાને 47 મી શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપર ભવ્ય અને દિવ્ય નીકળશે

કૃષ્ણ જન્મ ઉત્સવ મોરબીમાં ભવ્ય અને દિવ્ય કરવામાં આવે છે મોરબીના રેલવે સ્ટેશન જડેશ્વર મંદિરેથી શોભાયાત્રા શરુ થશે ત્યાંથી સુપર ટોકીઝ થી ત્રિકોણબાગ થી નવા ડેલા રોડ થી જુના બસ સ્ટેન્ડ થી રામ ચોક રવાપર રોડ ચોક ચકીયા હનુમાન થી ગાંધી ચોક થી શાક માર્કેટ ચોકથી નેરુગેટ ચોક ગ્રીન ચોક દરબાર ગઢે આવી રીતે મોરબીના રાજમાર્ગો ઉપર થઈને આપણી હિંદુ સંસ્કૃતિ મુજબ કૃષ્ણ જન્મ ઉત્સવ ની શોભાયાત્રા પસાર થશે ઠેર ઠેર મટકી ફોડ ના કાર્યક્રમ થશે તો આ શોભાયાત્રા માં મોરબી સનાતની હિન્દુ ભાઈઓ બહેનોને કૃષ્ણ જન્મ ઉત્સવમાં અને શોભાયાત્રના સૌભાગી થવા આમંત્રણ છે

જે દર વર્ષે મહાપ્રસાદ નું આયોજન થતું હોય છે એવી જ રીતે આ વર્ષે પણ બજાર લાઈનમાં કંસારા સમાજઅને એસએસ ગ્રુપ દ્વારા કરવામા આવશે તો આ મહાપ્રસાદ લેવા ભાઈઓ બહેનોને આમંત્રણ છે

શોભાયાત્રા નો સમય અને તારીખ અને સ્થળ તારીખ 26. 8. 2024 ને સોમવાર સવારે 8:00 વાગે રેલવે સ્ટેશન રોડ જડેશ્વર મંદિરથી શોભાયાત્રા શરૂ થશે