વિશાલ જયસ્વાલ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ બે કલાકમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઇને હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેકટર પાણીમાં તણાઇ જવાથી 17 જેટલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી 9 લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય 8 લોકોની શોધ ખોળ હજુ પણ અવિરત પણે ચાલુ છે જેટલા લોકો તણાયા હતા તેમાંથી આઠ જેટલા લોકો હજુ પણ લાપતા છે જેથી તેને શોધવા માટેની કવાયત જુદી જુદી ટીમો ચલાવી રહી છે
બચાવ થયેલ લોકોના નામ
રવિવારે રાતે જે ઘટના બની હતી તેમાં જે લોકો ટ્રેક્ટરની સાથે પાણીમાં તણાયા હતા તેમાંથી બચાવવામાં આવેલ છે લાલજી ભગાભાઈ સાકરીયા, ચમન ભીખાભાઈ જાદવ, પાંચાભાઈ લખમણભાઈ મુંધવા, મનોજ ડાયાભાઈ સોલંકી, રાહુલ ગણપતભાઈ બારોટ, કિશન ગણપતભાઈ બારોટ, લલિત અમરશીભાઈ જાદવ, મનીષા સુરેશભાઈ બારોટ અને મનસુખભાઈ જેઠાભાઈ રહે. પેઢડા તાલુકો લખતર વાળાનો સમાવેશ થાય છે
આ 8 લોકો હજુ પણ લાપતા છે
1.અશ્વિનભાઈ રાઠોડ (28) રહે. જોરાવરનગર
2.આશિષભાઈ સુરેશભાઈ બારોટ (12) રહે. નવા ઢવાણા
3.રાજુબેન ગણપતભાઈ બારોટ (45) રહે. નવા ઢવાણા
4.વિજયભાઈ સુરેશભાઈ બારોટ (19) રહે. નવા ઢવાણા
5.જીનલ મહેશભાઈ બારોટ (6) રહે. પાટડી,
6.ગીતાબેન સુરેશભાઈ બારોટ (16) રહે. નવા ઢવાણા,
7.જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા (32) રહે. નવા ઢવાણા
8.રામદેવ પ્રવીણભાઈ મકવાણા (14) રહે. નવા ઢવાણા
ઢવાણા ગામ પાસે ટ્રેકટર પાણીમાં તણાઇ જવાથી જેટલા લોકો તણાયા હતા તેમાંથી આઠ જેટલા લોકો હજુ પણ લાપતા છે જેથી તેને શોધવા માટેની કવાયત જુદીજુદી ટીમો ચલાવી રહી છે.