હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
જનરલ હોસ્પિટલ ખાતે તા. ૨૭/૦૮/૨૦૨૪ થી તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાકથી તા. ૨૯/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.