NOPRUF ગુજરાતની ટીમના હોદ્દેદારો દ્વારા તા. ૨૩/૦૩/૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી ગુજરાત રાજયનાઓને ગુજરાત રાજય સરકારના લાખો કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડવા બાબતે રજુઆત કરવામાં આવેલ છે. જે રજુઆતના ભાગરૂપે ગુજરાત રાજયના કર્મચારીઓની માંગણીને વાચા આપવા તેમજ કર્મચારીઓમાં જાગૃતી ફેલાવવા સારૂ વિવિધ કાર્યક્રમો આપેલા,
તે કાર્યક્રમો પૈકી નવી પેન્શન યોજના સને ૨૦૦૫ની ૧ લી એપ્રિલના રોજ ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલ હોવાથી, તેના વિરોધમાં તા. ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ તે દિવસને કાળા દિવસ ત૨ીકે ઉજવવાનું નકકી ક૨વામાં આવેલ છે. ગુજરાત ન્યાયખાતા કર્મચારી મહામંડળ દવારા ગુજરાત રાજયની તમામ અદાલતોમાં ફ૨જ બજાવતા કર્મચારીઓને તા. ૦૧/૦૪ ૨૦૨૨ના રોજ કાળીપટ્ટી પહેરી નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જુની પેન્શન યોજના અમલમાં લાવવા સારૂ વિરોધ પ્રદર્શીત કરવા અને NOPRUF ગુજરાતની ટીમ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમને દરેક જીલ્લામાં સફળ બનાવવા આહવાન કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લાની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો