ઢુવા PHC ખાતે સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફીસર વાંકાનેર ની દેખરેખ હેઠળ તા ૨૮/૮/૨૦૨૪ ના રોજ ચાલુ વરસાદી સિઝનમાં ક્યાંય જઈ ન શકાય તેવી પરિસ્થિતિમાં ઢુવા ચોકડી સિરામીક વિસ્તાર ભાડાની રૂમમાં રહેતા સુપ્રિયા પવન કેવટ એ બપોરે 12:00 વાગ્યાની આસપાસ ફિમેલ ફેલ્પ વર્કર સબ સેન્ટર નવા ઢુવા ને ટેલીફોનીક જાણ થતા તાત્કાલિક પી.એચ. સી ઢુવા ની એમ્બ્યુલંસ દ્વારા પી એચ સી ઢુવા ખાતે સગર્ભા બહેન ને દાખલ કરી પી એચ સી ઢુવા ના મેડીકલ ઓફિસર ડો.સવસાની અને તેમની આરોગ્ય ટીમ દ્વારા સફળતા પૂર્વક ડિલેવરી કરાવેલ બાળક અને માતા ની તબિયત તંદુરસ્ત છૅ.