મોરબીમાં ૮ મહિનામાં ૧૭ હજારથી વધુ લોકોએ આરટીઓની ફેસલેસ સેવાનો લાભ લીધો

ફેસલેસ સેવાનો લાભ લેવા https://parivahan.gov.in/parivahan/ નો ઉપયોગ કરી શકાશે

      રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ થી આધાર કાર્ડ થી ઓથેન્ટિકેશન કર્યા બાદ ફેસલિસ્ટ અરજી કરવાથી લોકોને ઘરે બેઠા આરટીઓને લગતી સેવાઓનો લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વાહનને લગતી કામગીરીમાં વાહન માલિકી તબદીલી, લોન ચડાવી કે કેન્સલ કરવી, સરનામું બદલવું, ડુપ્લીકેટ આર.સી. બુક મેળવવી તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી કામગીરીમાં લાઇસન્સ રીન્યુઅલ, એડ્રેસ ચેન્જ, ડુપ્લીકેટ લાયસન્સ, નામમાં સુધારો વધારો, નવા ક્લાસનો ઉમેરો કરવો જેવી સેવાઓ ફેસલેસ તરીકે આપવામાં આવે છે.

જે અન્વયે મોરબી આરટીઓ કચેરી ખાતે વર્ષ ૨૦૨૪ ના છેલ્લા ૮ મહિનામાં વાહનને લગતી સેવાઓમાં ૭૨૦૭ અને ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓમાં ૧૦,૭૭૨ મળીને કુલ ૧૭,૯૭૯ હજાર લોકોએ કચેરી આવ્યા વિના ફેસલેટ સેવાઓનો લાભ મેળવ્યો છે. વધુમાં આ સેવાઓ માટે https://parivahan.gov.in/parivahan/ ની વેબસાઈટનો લાભ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.