ગુજરાતના ખેડા જિલ્લામાં મહિપતસિંહ ચૌહાણ દ્વારા અનાથ બાળકો અને ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ બનાવેલ છે જેમાં હાલ ૧૦૦૦ થી પણ વધુ બાળકો ત્યાજ રહીને અભિયાસ કરી રહ્યા છે. જેના ભોજન માટે મહિપતસિંહ ચૌહાણની ફેસબુક લાઈવ પરની વિનંતીને ધ્યાને લઈ મોરબી ખાતે અયોધ્યા પૂરી મેઈન રોડ પર આવેલ હરિહર અન્નક્ષેત્ર ના સ્થાપક સેવા મૂર્તિ શ્રી જમનાદાસજી (રામને ભજી લ્યો) દ્વારા અનાથ અને ગરીબ બાળકોના ભોજન માટે શિક્ષણ એજ કલ્યાણ સંકુલને આશરે 1 લાખથી વધુનું રાશન મોકલી આપેલ જેનો આભાર મહિપતસિંહ ચૌહાણ દ્વારા તેના Facebook પેજ પર કરવામાં આવેલ. આપ પણ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ભોજન દાતા બનવા સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર 8768888088 પર.
શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં 4 માળની વિશાલ ઇમારત બનાવવામાં આવી છે. જેમાં સ્ટડી રૂમ, ડિનર હૉલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 100 રૂપિયાના માતબર દાનથી શરુ થયેલી આ શિક્ષણ સંકુલ બનાવવવાની સફળ આજે આશરે 3 કરોડ રૂપિયાનું સંકુલ બની ગયું છે. જ્યાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી અનાથ અને ગરીબ બાળકો ત્યાં જ રહીને વિનામૂલ્ય અભ્યાસ મેળવી રહ્યા છે.