મોરબી જીલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

મોરબી જીલ્લા પંચાયતના નવી પેન્શન યોજના હેઠળના વર્ગ ૦૩ ના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કચેરી ખાતે એકત્ર થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

મોરબી જીલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળના પ્રમુખ બીપીનભાઈ સોલંકી, ઉપપ્રમુખ નયનભાઈ મહેતા અને મંત્રી વિપુલભાઈ જીવાણીના માર્ગદર્શન હેઠળ આજે વર્ગ ૩ ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કચેરી ખાતે એકત્ર થઈને કામગીરી શરુ કરતા પહેલા કચેરી પરિસરમાં સામુહિક રીતે મૌન પાળી જૂની પેન્શન યોજના શરુ કરવા માટે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અન્ય રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અમલી બનાવવામાં આવી છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ જૂની પેન્શન યોજના અમલમાં લાવે તેવી માંગ કરી છે કાળી પટ્ટી ધારણ કરીને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો