મોરબીમાં સતવારા જ્ઞાતિનો ત્રિવિધ સન્માન સમારોહ યોજાયો

શ્રી મોરબી સતવારા જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા, મોરબી સતવારા જ્ઞાતિના વર્ષ -૨૦૨૪માં ધોરણ નવથી કોલેજ સુધીમાં પ્રથમ – દ્વિતીય નંબર મેળવેલ, તેમ જ ઉચ્ચ શિક્ષણ મેળવેલ – ૫૮ વિદ્યાર્થી ભાઈ- બહેનોનો સન્માન , સેવા સન્માન અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખશ્રી ડો. લખમણભાઇ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કાર્યક્રમના પ્રમુખ તેમજ આગેવાનોના હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે મહેમાનનું શબ્દોથી સ્વાગત મહાદેવભાઇ ડાભીએ કરેલ જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખઓ અને દાતાઓનું શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્યો દ્વારા રૂમાલ- ગુલાબથી સ્વાગત કરવામાં આવેલ.

આ પ્રસંગે પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરનાર ડો.ખુશ્બુબહેન ભરતભાઈ નકુમ,ગુજરાત લેવલે વેઇટ લિફ્ટિંગમાં પ્રથમ નંબર મેળવનાર પરમાર વૈશાલી ગોપાલભાઈનું સાલ ઓઢાડી, શિલ્ડ અને મેડલ આપી વિશિષ્ટ સન્માન જ્ઞાતિના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ તેમજ સ્વ. વિમલ કુમાર એ. જાદવ આઈ .ટી. આઈ. ચેરિટી ફંડ યોજનામાં રૂપિયા એક લાખનું દાન આપનાર દાતા નટવરલાલ પી.સોનગરા, રૂપિયા 10,000નું દાન આપનાર ભૌમિક એમ. જાદવ અને શિક્ષણ પુરસ્કાર ઈનામી યોજનામાં 51 હજાર રૂપિયા આપનાર દાતા દેવકણભાઈ કરમશીભાઈ કંઝારિયા, 51 હજાર રૂપિયા આપનાર દાતા ધનજીભાઈ ગણેશભાઈ કંઝારિયા, 25,000 રૂપિયા મનજીભાઈ પીતાંબરભાઈ આચાર્ય, 21000 રૂપિયા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ પરમાર, 20,000 રૂપિયા મકનભાઈ ભવાનભાઈ ડાભી, 36000 રૂપિયા હરિનભાઈ ધરમશીભાઈ પરમારે આપતા દાતાઓનું સાલ ઓઢાડી પ્રમુખ લખમણભાઇ કંઝારિયાએ સન્માન કરેલ.

આ સંસ્થામાં સેવા આપેલ તેવા કોન્ટ્રાક્ટર પ્રભુભાઈ શીવાભાઈ ડાભી, સુથારી કામમાં હસમુખભાઈ અરજણભાઈ ડાભી, પ્લમ્બર તરીકે કામ કરનાર વેલજીભાઈ મોહનભાઈ નકુમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે દાતાઓના પ્રતિનિધિશ્રી મનજીભાઈ કંઝારિયાએ (આચાર્ય) પોતાના ઉદબોધનમાં જીવનમાં શિક્ષણ સાથે સંસ્કારની વાત કરેલ તો શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય દેવજીભાઈ ચાવડાએ શિક્ષણમા પરિશ્રમનું મહત્વ અને મૂલ્ય કુટુંબ, સમાજ અને દેશની પ્રગતિમાં શિક્ષણનું મહત્વ અંગે વાત કરી તો,કુ. દિતા પરમારે જુદા જુદા વિદ્વાનોના શિક્ષણ અંગેના મંતવ્યો રજૂ કરેલ.

આ પ્રસંગે જ્ઞાતિના ૫૬ તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ , સર્ટિ ફાઇલ, ,પેડ, સ્ટેપલર , પુસ્તકો , બોલપેન વગેરે વસ્તુઓ દાતાશ્રીઓ અને પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓનું સન્માન કરી, પ્રોત્સાહિત કરવામાં આવેલ. આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા સાત વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ જ્ઞાતિના પ્રમુખના હસ્તે આપવામાં આવેલ.

સન્માનિત વિદ્યાર્થીઓ ચાવડા પૂજા દિવ્યકાન્તભાઈ તથા નેહલબહેન પરમારે …આવા સન્માનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા , ઉત્સાહ અને પ્રોત્સાહન મળે છે તેમજ આજના યુગમાં ઇન્ટરનેટ ,મોબાઈલ.વગેરે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોના મહત્વ અંગે વાત કરી.

કાર્યક્રમના અને જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓ સમાજને મદદરૂપ બનવા જુદી જુદી પ્રવૃત્તિ કરી રહી છે તેનો આનંદ વ્યક્ત કરેલ. આજે 21મી સદીમાં જ્ઞાનનું મહત્વ હોય તેથી અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગી જવું જોઈએ.પરિશ્રમના મહત્વની વાત કરેલ. અભ્યાસમાં ક્યાંય પણ મુશ્કેલી પડે તો સમાજના આગેવાનોનો સંપર્ક કરવા જણાવેલ.

એલ .ડી. હડિયલ આંખના મોતિયાના ઓપરેશન અંગે 19 -9 -24 ના રોજ કેમ્પ રાખેલ છે તે અંગે વાત કરેલ આ પ્રસંગે સીવણ ક્લાસની બહેનો દ્વારા રાસ -ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખશ્રી ગોવિંદભાઈ હડિયલ ,મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભી,મોરબી સતવારા મંડળના પ્રમુખશ્રી હરિનભાઈ પરમાર , સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ એલ.ડી.હડિયલ, વાઘપરા સતતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, વજેપર સતવારા જ્ઞાતિના પ્રમુખ રાજેશભાઈ ડાભી તેમજ દાતાઓના પ્રતિનિધિ જીવરાજભાઈ પરમાર, મનજીભાઈ આચાર્ય ,હિરેનભાઈ પરમાર, મહાદેવભાઇ ડાભી, હસમુખભાઈ પરમાર , ગીતાબેન કંઝારિયા, દેવકરણભાઈ કંઝારિયા, ધનજીભાઈ કંઝારિયા. વગેરે ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઇ ડાભી , ગોવિંદભાઈ હડિયલ , તરુણભાઈ પરમાર , દેવજીભાઈ ચાવડા , ધીરુભાઈ પરમાર , હરિભાઈ કંઝારિયા ,યોગેશભાઈ ડાભી , વિજયભાઈ ડાભી , ડો. જયેન્દ્રભાઈ કંઝારિયા , કિશોરભાઈ કંઝારિયા, પ્રકાશભાઈ સોનગરા અને કેતનભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવેલ…

જ્ઞાતિના ત્રિવિધ સન્માન સમારંભમાં વિશાળ સંખ્યામાં, જ્ઞાતિજનો હાજર રહેલ અને સર્વેનો યોગેશભાઈ ડાભીએ આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમમાં સર્વે મહેમાનો માટે ચા- પાણીની વ્યવસ્થા રાખેલ અને કાર્યક્રમના અંતે સર્વેને આઈસ્ક્રીમ આપી મીઠું મોઢું કરાવી છૂટા પડેલ… સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ પરમાર , મહાદેવભાઈ ડાભી અને પ્રકાશભાઈ સોનગરાએ કરેલ.