ટંકારા :  બારનાલા પાસે આઇવા ચાલકે બ્રેક મારતા કાર પાછળ ઘૂસ્યું

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના બારનાલા પાસે આઇવા ડમ્પર ચાલકે અચાનક બ્રેક લગાવતા તેની પાછળના ભાગમાં આવી રહેલ કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા કારમાં કામમાં બેઠેલ પિતા-પુત્રીને ઇજા થવાથી તેને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો તો ઘટનાને લીધે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા