મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૧૭ સપ્ટેમ્બરના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે લજાઈ કુમાર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો યોજાનાર છે. જે અન્વયે ટંકારા તાલુકાના લજાઈ ખાતે ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા નસીતપર, મોટા ખીજડીયા, અમરાપર, વીરપર, મહેન્દ્રપુર, નાના ખીજડીયા, ટોળ, સજ્જનપર, નાના રામપર, ઘુનડા (ખાનપર) લખધીરગઢ, ધ્રુવનગર, ઉમિયાનગર, નેસડા (ખાનપર) રાજાવડ, મેઘપરઝાલા ગજડી તથા વાઘગઢ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના લોકોએ આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ૩ ઓક્ટોબરના રોજ જબલપુર ગામ ખાતે તથા ૧૮ ઓક્ટોબરના રોજ નેકનામ ગામ ખાતે તેમજ ૨૪ સપ્ટેમ્બરના રોજ ટંકારા ખાતે શહેરી કક્ષાએ કલસ્ટરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે જેનો પણ લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.