આયુષ હોસ્પિટલનાઅને LEO ક્લબ મોરબી દ્વારા યોજાયેલ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં 200 થી વધુ લોકોએલાભ લીધો અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવડાવ્યું.
મોરબી, 16મી સપ્ટેમ્બર 2024: આયુષ હોસ્પિટલ અને LEO ક્લબ મોરબી દ્વારા સામુદાયિક સુખાકારી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા ડૉક્ટર ગણપતિ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક શિબિરનું આયોજન 15 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી અને આસપાસના વિસ્તારના 200 થી વધુ રહેવાસીઓએ ભાગ લીધો
હતો.જેમાં શારીરિક ચેકઅપ તેમજ વજન, બ્લડપ્રેશર, RBS ડાયાબિટીસનિ તપાસ, હ્રદયના ધબકારા જેવાં વિવિધ ચેકઅપ કરી આપવામાં આવ્યા.તેમજ બીજા દિવસે પણ લોકોને સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડોક્ટરનું કન્સલ્ટેશન ફ્રી કરી આપવામાં આવશે.