હળવદ નો વિદ્યાર્થી વિદેશ નોકરી માટે જઈ શકે એવું પ્લેટફોર્મ ઉભુ કરીશું – રજની સંઘાણી
વિશાલ જયસ્વાલ દ્વારા : મહર્ષિ ગુરુકુળ હળવદ ખાતે સમગ્ર ઝાલાવાડ વિસ્તારમાં પ્રથમ વખત જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદની આઇટી ક્ષેત્રમાં કામ કરતી ક્લસ્ટર ઇન્ડિયા તેમજ ઈ ક્લબ દ્વારા મહર્ષિ ગુરુકુળ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૭૫ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો
આ જોબફેર ના આયોજનમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જે નોકરીની શોધમાં હોય તેને હળવદ થી જ જોબ પ્લેસમેન્ટ મળી જાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું તમામ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપી લેખિત તેમજ મૌખિક પરીક્ષા તેમજ ઈન્ટરવ્યું નું આયોજન કરવામાં આવ્યું જેમાં પસંદ થયેલા ઉમેદવારોને કંપની દ્વારા નક્કી કરેલ સમયગાળાની અંદર તાલીમ આપી તાલીમ પૂર્ણ કર્યા બાદ નોકરી આપવામાં આવશે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણી ના હસ્તે ઈ સારથી કાર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું ઈ સારથી વિવિધ આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલી ભારતની તમામ કંપનીઓ સાથે કામ કરે છે જેના દ્વારા વિદ્યાર્થીઓને ઘેર બેઠા જોબ માટે તમામ વિગત મળી શકે બન્ને કંપની માંથી અમદાવાદથી કુંજન ભાઇ વોરા તેમજ ભાવેશભાઈ પટેલ સહિતના કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા મહર્ષી ગૂરૂ કોલેજના રાકેશ ભાઈ સોલંકી સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી