દાનપેટીનુ તાળું તોડીને ચોરી કરવાનું કાવતરું નિષ્ફળ
વિશાલ જયસ્વાલ : હળવદ પંથકમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તેમ છાશવારે ચોરીના બનાવો બની રહ્યાં છે અને ચોરટાઓ હવામાં છુમંતર થઈ જતાં હોય છે ત્યારે તાલુકાના સૌથી મોટુ ગણાતું ચરાડવામા પાધરમા આવેલા હનુમાનજી મંદિરમાં મોડી રાત્રે તસ્કરે દાનપેટી તોડીને રોકડ લયને ફરાર થાય તે પહેલાં જીઆરડી જવાનોની સતર્કતા અને ગ્રામજનોની મહેનતના પગલે ચોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો જેમાં તેની પાસેથી રોકડ રકમ સહિત દારુની પોટલી પણ મળી આવી હતી જોકે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડીને ચોર ઝડપી પાડ્યો હતો.
હળવદ તાલુકાના ચરાડવા ગામે મોડી રાત્રે આશરે અઢી વાગ્યાની આસપાસ પાધરમા આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી દાનપેટીને નિશાન બનાવ્યું હતું જેમાં પૂર્વ સરપંચ રમેશભાઈ સોનગ્રાના જણાવ્યા મુજબ રોકડ રકમ રૂપિયા દાનમાં આવેલી રકમ લઈને શખ્સ ફરાર થાય તે પહેલાં ગ્રામજનોએ સાથે જીઆરડી જવાનોએ પકડી પાડીને તેની પાસેથી રોકડ રકમ મળી હતી અને વધુમાં તેની પાસેથી દેશીદારુની પોટલી પણ મળી આવી હતી ત્યારે દેશીદારુના દુષણ સામે પોલીસ કાર્યવાહી કરવી જરૂરી બની છે ત્યારે મોડીરાત્રે ચરાડવા ખાતે ચોરીને અંજામ આપે તે પહેલાં જ ઈસમને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.