જાંબુડિયા ખાતેની RTO કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું૧૭ નવેમ્બર સુધી અમલી

આરટીઓ કચેરીઓમાં બિન અધિકૃત ઇસમો કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ કરી, મોટરીંગ પબ્લિકને ભોળવી છેતરપીંડી કરતા હોય છે. આવી પ્રવૃતિઓ રોકવા અને મોટરીંગ પબ્લિકનું કામ સરળ, નિયમોનુસાર અને ઝડપી થાય અને તેઓના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય તે માટે બિન-અધિકૃત વ્યકિતઓની આરટીઓ કચેરીમાં પ્રવેશબંધી અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારી/કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા વાજબી કામ સબબ આવેલા હોય તેવા અરજદારો/નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યકિત અથવા વ્યક્તિઓની ટોળીને સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા, ઉભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તથા આવી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામુ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં ૧૭/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.