મોરબીમાં બગથળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો; ૪૨ યુનિટ બ્લડનું કલેક્શન કરાયું

મોરબીના બગથળા ખાતે નકલંક ધામના મહંતશ્રી દામજી ભગત, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી તથા ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા હેલ્થ કચેરી, મોરબી GMERS મેડીકલ કોલેજ, તથા બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી બગથળામાં પટેલ સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહંતશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજૂ કરી ઉપસ્થિત લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બગથળા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે કુલ ૪૨ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે  આરોગ્ય શાખાનાં એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. બાવરવા, જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, મોરબી તાલુકા હેલ્થ ઓફિસર ડો.કોટડીયા, બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.હિરેન વાંસદડીયા તેમજ બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.