વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ના ભાગરૂપે વિવિધ વોર્ડ અને સાર્વજનિક શૌચાલયની સફાઈ કરાઈ

શહેરની શાળાઓમાં સ્વચ્છતા થીમ ઉપર રંગોળીની સ્પર્ધાઓ યોજાઈ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શનમાં તથા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશ સરૈયાની દેખરેખ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

વાંકાનેર શહેરી વિસ્તાર સ્વચ્છ અને સુઘડ બને તે માટે શહેરના લગભગ તમામ વોર્ડમાં સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત સાર્વજનિક શૌચાલયની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. વાંકાનેરની શાળાઓમાં સ્વચ્છતા થીમ ઉપર રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિશે સંદેશો આપતી અનેક ચિત્રો અને રંગબેરંગી રંગોળીઓ બનાવવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.