મોરબી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા 3 વર્ષની બાળકીને બાળ સુરક્ષા એકમમાં આશરો અપાવ્યો

181 મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો કોલ આવેલ અને જણાવેલ કે એક ત્રણ વર્ષ ની બાળકી મળી આવેલ હોવાથી 181 મા બાળકી ને મદદ મળી રહે તે માટે મદદ માગેલ

જાગૃત નાગરિક નો 181 પર કોલ આવતાની સાથે મોરબી 181 ટીમ બાળકી ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકનું કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ આ બાળકી અંદાજિત 3-4 કલાક થયા અહીં દુકાન પાસે બેસેલ છે તેનું નામ કે પપ્પા નું નામ બાળકી કહેતી નથી અને બાળકી ડરેલી હોવાથી કશું બોલતી નથી.

જેમાં બાળકી રડતી હોવાથી બાળકી ને શાંત કરેલ અને બાળકી ને પાણી પીવડાવી નાસ્તો કરાવેલ ત્યાર બાદ બાળકી પાસે થી તેના વિશે જાણવા નો પ્રયત્ન કરેલ જેમાં બાળકી એ તેમનું નામ લલિતી જણાવેલ અને તે રૂમ પર રહે છે તેમ જણાવેલ બાળકી હિન્દી ભાષા મા વાત કરેલ ત્યાર બાદ બાળકી ને લઇ ને આસપાસ ના કારખાના પર ગયેલ જેમાં બાળકી ને કોઈ ઓળખતું ન હોય કે બાળકી કોઈ ને ઓળખતી ના હોય ત્યાર બાદ બાળ સુરક્ષા ટીમ ના એક અધિકારી આવેલ જેમાં તેમની સાથે મળીને બીજી તરફ ના કારખાના મા બાળકી વિશે પૂછ પરછ કરેલ જેમાં બાળકી ઝારખંડ ના વ્યક્તિઓ જે કારખાના મા કામ કરતા હોય તેમની ભાષા સમજેલ જેમાં બાળકી કહેતી હોય કે તેને કય ખબર નથી જેમાં આજુ બાજુ ના કારખાના વાળાઓને જણાવેલ બાળકી ના માતા પિતા બાળકી ને શોધતા જણાય તો મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવેલ અને કારખાના વાળા ગ્રુપ મા બાળકી વિશે જાણ કરેલ શોધ ખોળ કરેલ છતાં પણ બાળકી ના વાલી વારસ મળેલ ના હોવાથી સુરક્ષા એકમ ના મહિલા અધિકારી આવ્યા બાદ બાળકી ને આગળ ની કાર્ય વાહી માટે બાલ સુરક્ષા એકમ ને સોંપેલ.