વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબી ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરો એ પોતાની  સેવાઓ આપી. 1.વૈદ્ય મિલનકુમાર સોલંકી, 2.વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, 3.વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા, 4.વૈદ્ય અલ્તાફ શેરસિયા, 5.વૈદ્ય વીરેન ઢેઢી, 6.ડો. જે પી ઠાકર,  7. ડો. વિજય નાંદરિયા તેમજ નીલમબેન આ કેમ્પ માં ટોટલ 256 દર્દીઓ એ લાભ લીધો જેમાં 160 દર્દીઓ એ આયુર્વેદિક તેમજ 96 દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી આ ઉપરાંત આયુર્વેદ ની દુઃખાવા માટે ની વિશેષ અગ્નિકર્મ સારવાર નો લાભ 53 દર્દીઓ એ લીધો

આ કેમ્પ માં આવનાર દર્દીઓને -યોગ માર્ગદર્શન સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન, ઉકાળા વિતરણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ 30 નું વિતરણ કરવામાં આવ્યું

સમગ્ર કેમ્પ માં વાંકાનેર ખાતે આવેલ  ઉમેદચંદભાઈ મહેતા પુસ્તકાલય ના ટ્રસ્ટી ઓ નો પણ ખૂબ સહકાર મળ્યો