મોરબી : નંદી ગૌશાળાની મુલાકાત લેતા ભાજપ મહિલા અગ્રણીઓ

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર મોરબી નગરપાલિકા સંચાલિત નંદી ગૌશાળા સરસ કાર્ય કરી રહેલ છે. આ ગૌશાળાની મુલાકાત લેતા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, બોટાદ જિલ્લાના પ્રભારી અને મોરબી નગરપાલિકાના સદસ્ય મંજુલાબેન દેત્રોજા, મોરબી જિલ્લા મંત્રી ભાવિનીબેન ડાભી દેવિકાબેન, જાગૃતીબેન તથા મોરબી જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર આ નંદીઘર માં ફરજ તેમજ સેવા બજાવી રહેલા તમામ ભાઈઓને બિરદાવેલ.