વાંકાનેર : શ્રી દોશી કૉલેજ બહેનોની ટીમ કબડ્ડીની સ્પર્ધામાં ચેમ્પિયન બની

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા.૨૮/૯/૨૦૨૪ ને શનિવારનાં રોજ કાનજી ભુટ્ટા મુખ્ય રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે રાખવામાં આવી હતી.

જેમાં ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની બહેનોની કબડ્ડીની ટીમ ચેમ્પિયન બની છે. તેમજ શ્રી દોશી કૉલેજની ૩ (ત્રણ) બહેનો (૧) સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર) સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પ્રથમ નંબર પર તેઓનું સિલેક્શન થયું (૨) ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) અને (૩) ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા) આમ ૩ (ત્રણ) બહેનો નેશનલ લેવલ પર અમરાવતી- મહારાષ્ટ્ર મુકામે રમવા જઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે.

આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડા સાહેબને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શ્રી દોશી કૉલેજ પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી બહેનો 1. સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર), 2. ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર), 3. ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા), 4. ખલીફા સુજાન શાહબુદિનભાઈ (વાંકાનેર), 5. ગાંગડીયા નીતા લઘરાભાઈ (ભેરડા), 6. રાછડિયા દ્રષ્ટિ નિલેશભાઈ (‍વાંકાનેર), 7. સોલંકી નિલાક્ષી સુખાભાઈ (રાજા વડલા), 8. બાદી શેનીલાબાનૂ મંજુરહુશેનભાઈ (પાંચદ્રારકા), 9. થુલેટિયા કિરણ કિશોરભાઈ (ગારિયા), 10. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર), 11. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા), 12. મકવાણા ઉર્મિલા ગોવિંદભાઈ (લુણસરીયા)