“Career guidance seminar for board students (10th and 12th)” Elite educational institution બોર્ડ ના વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવા જઇ રહી છે. આ સેમીનાર ના વક્તા છે અદભુત વ્યક્તિત્વ ધરાવતા અને વિદ્યાર્થીઓ ના માર્ગદર્શક અને પ્રેરણાત્મક એવા શ્રી સંજય રાવલ યોગ્ય કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને તેમના મુખ્ય રસના ક્ષેત્રો, યોગ્યતાઓ અને વ્યક્તિત્વ ને સમજવામાં મદદ કરશે.
કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને તેમની શક્તિઓ અને નબળાઈઓ વચ્ચે નો તફાવત પારખવા માટે સશકત કરશે. તદુપરાંત સૌથી અગત્યનું કે તેઓ યોગ્ય કારકિર્દી નો માર્ગ પસંદ કરે તે પહેલાં વિદ્યાર્થીઓ બહુવિધ કારકિર્દી ના વિકલ્પો શોધવાની મંજૂરી આપશે.
વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ જેમનો જીવન મંત્ર છે એવા શ્રી કલોલા સર કે જેઓ એલિટ ગ્રુપ ના પ્રેસિડેન્ટ છે તેમને આ સેમીનાર નું આયોજન માત્ર ને માત્ર મોરબી ના વિદ્યાર્થીઓ ને સાચું કેળવણી માર્ગદર્શન મળી રહે એવા ઉદ્દેશ થી કરેલું છે. એમના આ ઉદ્દેશ્ય ને આપડે બિરદાવીએ.
સેમિનારનું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો. https://eliteeducationalinstitute.org/cgs