મોરબી : આગામી રવિવારે પણ રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરીએ e-Kyc કરાવી શકશે

૬ ઓક્ટોબર રવિવારે સવારે ૧૦ થી ૦૨ દરમિયાન જિલ્લાના તમામ મામલતદાર કચેરીઓમાં રાશનકાર્ડ e-Kyc ની કામગીરી શરૂ રહેશે

મોરબી જિલ્લાવાસીઓ રેશનકાર્ડનું એ e-Kyc ઝડપી કરી શકે તે માટે આગામી રવિવાર તારીખ ૦૬/૧૦/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૦૦ થી બપોર ૦૨:૦૦ વાગ્યા સુધી મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે e-Kycની કામગીરી શરૂ રહેશે.

મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની e-Kyc માટેની કામગીરી ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે. ત્યારે આગામી રવિવારે પણ રેશનકાર્ડની e-Kyc ની કામગીરી શરૂ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. e-Kyc કરવા માટે રેશનકાર્ડમાં જેટલા વ્યક્તિઓના નામ હોય તમામે રૂબરૂ આવવાનું રહેશે. ઉપરાંત રાશનકાર્ડ અને આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરાવેલ હોય તે પણ સાથે લાવવાનો રહેશે.

જિલ્લા વાસીઓ સંબંધીત તાલુકાની મામલતદાર કચેરી જઈને સરળતાથી e-Kyc કરાવી શકે છે. ઘઉં ચોખા મેળવતા રેશનકાર્ડ ધારકો (NFSA અંતર્ગત આવરી લીધેલ) તથા ઘઉં ચોખા ન મેળવતા રેશનકાર્ડ ધારકો (Non NFSA રેશનકાર્ડ ધારકો) એમ બંને પ્રકારના રેશનકાર્ડ ધારકોએ e-Kyc કરાવવું ફરજિયાત છે. રેશનકાર્ડ ધારક પોતાના મોબાઈલમાં ઘરે બેઠા My Ration એપની મદદથી પણ e-Kyc ની કામગીરી કરી શકશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની સંદીપ વર્માની યાદીમાં જણાવ્યું છે.