મોરબીને છેલ્લા કેટલાક વર્ષો થી એરપોર્ટ આપવાની લોલીપોપ આપવામાં આવે છે. દરેક ચુંટણી સમયે કઈક ને કઈક કામનું ખાતમુહરત પણ કરવામાં આવે છે.પણ ચુંટણી પૂરી થઇ જતાજ કામો ઠપ થઇ જાય છે. આમ આને ફક્ત ચુંટણી આવે ત્યારે જ યાદ કરવામાં આવે છે. એક ચુંટણી બાદ બીજી ચુંટણી અને આમ મોરબી ની પ્રજાને લોલીપોપ આપીને મુર્ખ બનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે.
જે શહેરમાં આઝાદી પહેલા એરપોર્ટ હતું. ત્યાં હવે ફક્ત એરપોર્ટ કરવાના વાયદાઓજ આપવામાં આવે છે. જે એરપોર્ટ મોરબી ના મહારાજા દ્વારા કરવામાં આવેલ તે હવે ભારત સરકાર પણ કરી શક્તિ નથી? કેવી મોરબી ની કમનશીબી છે.?
મોરબી સિરામિક ઉદ્યોગના માધ્યમ થી દેશ તેમજ વિદેશ ના ઘણા સેન્ટરો સાથે જોડાયેલું છે. ત્યારે જો જલ્દી એરપોર્ટ ચાલુ થાય તો હાલમાં મંદી માં સપડાયેલ સિરામિક ઉદ્યોગ ને ઘણો મોટો ફાયદો થાય તેમ છે. તો આ એરપોર્ટ નું કામ જલ્દી પૂરું કરાવીને ને વિમાન પ્રવાસ માટે ખુલ્લું મુકવામાં આવે તેવી (કાન્તિલાલ ડી. બાવરવા) પ્રમુખ ગુજરાત પ્રદેશ (RGPRS) એ માંગણી કરી છે.
જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો ના છુટકે અમારે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.