મોરબીમાં ઠેર-ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી ભઠ્ઠાવાડી લાઈનમાં શક્તિ ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રિમાં બિલિવ ફાઉન્ડેશન દ્વારા લ્હાણી ભેટ સ્વરૂપે બાળાઓને ડો.બાબા સાહેબનું “હિન્દુ કોડ” નામનું પુસ્તક આપવામાં આવ્યું હતું.
આ તકે બિલિવ ફાઉન્ડેશનના પ્રમુખ આકાશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ડો.બાબા સાહેબ આંબેડકરે ભારત દેશની તમામ વર્ગની સ્ત્રીઓને લગ્ન, લગ્નની ઊંમર, છૂટાછેડાનો હક, મિલકતમા હકો, દત્તક બાળક લેવાનો હક અપાવવા જેવા સ્ત્રી વિષયક અઢળક સામાજીક સુધારાઓ માટે બનાવેલા “હિન્દુ કોડ બિલ”નો રુઢીચુસ્તોના કટ્ટર વિરોધના લીધે, નેહરુના પાણીમા બેસી જવાથી 27 સપ્ટેમ્બર, 1951ના રોજ કાયદામંત્રી તરીકે રાજીનામું આપી દિધેલ હતું. ત્યારે “હિન્દુ કોડ બિલ” પુસ્તક સ્ત્રી પ્રત્યેની જાગૃતતા માટે બહુ જ ઉપયોગી પુસ્તક છે. જેથી બાળાઓ આ પુસ્તક વાંચી સમાજના જાગૃતિ આવે તે માટે આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.