મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા પશુપાલક લાભાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં “૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના” અને ”સુરક્ષિત મહિલા અને બાળ ઉજ્જવળ ગુજરાતની આવતીકાલ” આ બંને પુસ્તિકાની ઉપસ્થિત સર્વે પશુપાલક લાભાર્થીઓમાં વહેંચણી કરવામાં આવી હતી.