મોરબીમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો સસ્તા દરે રોપા મેળવી શકશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા હસ્તકની મોરબીની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫ માં ઘર આંગણે ખેતી કરવા તથા બાગાયતી ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે રાયણ– રૂ.૧૫/-, જાંબુ – રૂ.૧૫/-, ફાલસા –રૂ.૨૦/-, દેશી બોર – રૂ.૧૫/-, કરમદા – રૂ.૧૫/-, અંજીર કટકા કલમ –રૂ.૩૦/-, સેતુર કટકા કલમ –રૂ.૨૦/- વગેરેનું હાલમાં સસ્તા દરે વેચાણ ચાલુ છે.

આ ઉપરાંત બાગાયતી ખેતીને લગત યાંત્રિક તથા યોજનાકીય માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. તેથી આમાં રસ ધરાવતા ખેડુતોએ બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, જડેશ્વર રોડ, વાંકાનેર- મોરબી કચેરીએથી જાહેર રજાના દિવસો સિવાય ફળ પાકના રોપાઓ મળી રહેશે. આ માટે હિતેશ રોજાસરા– મોબાઈલ નંબર- ૯૮૨૪૨૪૫૬૩૫ પર સંપર્ક સાધી શકાશે તેમ બાગાયત અધિકારી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.