અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની માસિક પુણ્યતિથિ નિમિતે ઝૂંપડપટ્ટીમાં પફ વિતરણ

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજાની આજે માસિક પુણ્યતિથિ નિમિતે મોરબીના લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા ગ્રુપના સભ્યો જોડાયા હતા.