માળીયા સરકારી હોસ્પિટલમાં અસુવિધા “આપ” નેતાએ CM ને ફરિયાદ કરી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા સીએમ તેમજ આરોગ્ય મંત્રી ને લેખીત મા રજુઆત

મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ માળીયા નગર પાલીકા ની સમીક્ષા માટે માળીયા શહેર ના હોદેદારો સાથે મિટિંગ કરેલ આ મિટિંગ ના અંતે ત્યાં ના લોકો ના સુખાકારી માટે ના પ્રશ્નો સાંભળેલ ત્યારે ત્યાં ના લોકો દ્વારા અમુક રસ્તા તેમજ હોસ્પિટલ ને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરતા ત્યાં થી હોસ્પીટલ ની મુલાકાત લીધેલ મુલાકાત લેતા જાણવા મળેલ કે ત્યાં એમ્બ્યુલન્સ ની એકજ વ્યવસ્થા છે માટે આવડા મોટા વિસ્તાર મા બીજી એમ્બ્યુલન્સ ફાળવવા મા આવે તો લોકો ને લાભ મળી શકે ત્યાર બાદ ત્યાં X Ray મસીન પણ બંધ હાલત મા છે દવા નો પણ પૂરતો સ્ટોક છે નહી

પીએમ રૂમ મા લાઈટ કનેક્શન જ નથી પીએમ સમયે ડોક્ટર સાથે કોઈ હેલ્પર નથી જ્યારે પીએમ કરવા નું હોય ત્યારે મોરબી થી હેલ્પર બોલાવવા માટે ગાડી મોકલવાની તેડવા અને મૂકવા ખોટો ખર્ચ કરવા નો હોસ્પીટલ ની અંદર બાવળીયા ઉગી ગયા છે આવી ઘણી બધી સમસ્યા જોઈ ને ત્યાં થીજ પંકજ રાણસરિયા એ જેતે અધિકારી તેમજ કોન્ટ્રાકટર સાથે વાત ચીત કરી અને ત્યાંથી જ સીએમ તેમજ આરોગ્ય મંત્રી ને પણ લેખીત મા આ ગંભીર સમસ્યા ની જાણ કરવામાં આવી.