મોરબી : પીજી પટેલ કોલેજ દ્વારા દિવાળીની ઇન્ડિયા પાકિસ્તાન કચ્છ બોર્ડર પર સેનાના જવાનો -BSF સાથે ઉજવણી કરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોરબીની પીજી પટેલ કોલેજ દ્વારા સતત સાતમા વર્ષે દિવાળીના મહાપર્વની ઇન્ડિયા પાકિસ્તાન કચ્છ બોર્ડર પર સેનાના જવાનો -BSF સાથે ઉજવણી

તહેવારોની વિશિષ્ટ અને અનોખી ઉજવણી માટે જાણીતી મોરબીની
પી.જી.પટેલ કોલેજ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને અનુમોદન આપવા અંતર્ગત કોલેજના પ્રમુખ દેવકરણભાઈ ની પ્રેરણાથી અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની આગેવાનીમાં સતત સાતમાં વર્ષે દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર તેનાત આર્મી અને BSF ના જવાનોને મીઠાઈ અને નમકીનના વિતરણ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષોથી આ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે 500 કિલો થી વધુ શુદ્ધ ઘીની મીઠાઈઓ અને નમકીનનું વિતરણ કરીને Indian Army તથા BSFના જવાનો સાથે પારિવારિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી રહી છે

આ ઉજવણીમાં કોલેજના આચાર્ય ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ કોલેજના સ્ટાફ વિપુલ ગોસ્વામી તથા દીપ મણીયાર ,HDFC Bank ના બ્રાન્ચ મેનેજર નૈમિષ ભટ્ટ, રાયપુરના બિઝનેસમેન હિરેન કક્કડ તથા મયુર કક્કડ પોપ્યુલર એજન્સીના ભૂમિત દફતરી સરકારી શાળાના આચાર્યશ્રી રાજુભાઈ વ્યાસ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાથી અને હાલ અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે દિનેશ વિડજા, પિયુષ પટેલ, કમલેશ પનારા, દીપક અંબાણી, વિશાલ બાવરવા, હિરેન બાવરવા, ખોડીદાસ વીડજા, ત્રીપેશ પનારા, દીક્ષિત પનારા, મિલન ચાડમિયા તથા વિદ્યાર્થીઓ અભિષેક વીડજા, જૈનીશ સોરીયા ,ઓમ વિડજા ,હર્ષિત પનારા, સ્મિત પનારા તથા દેવષઁ ભટ્ટ જોડાયા હતા.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તથા આ પ્રોજેક્ટના માતબર ખર્ચને પહોંચી વળવા માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ કોલેજના વિદ્યાથીઓ, ભૂતપૂર્વ વિદ્યાથીઓ તથા નાના મોટા અનેક દાતાશ્રીઓ તરફથી પણ ખૂબ જ સાથ સહકાર અને આર્થિક સહયોગ દર વર્ષે મળે છે, તેમજ સમગ્ર પ્રોજેક્ટ માટે ગૌરીદળની પ્રખ્યાત એવી સીતારામ ડેરી તરફથી મીઠાઈ માટેના લેમિનેટેડ બોક્સ પૂરા પાડવામાં આવે છે અને તેમના તરફથી પણ દર વર્ષે સહયોગ મળે છે.