મોરબીની પ્રજાને હાલ મળી રહેલ સુવિધાની આદત પડી ગઈ છે !!

<span;>મોરબી-ટંકારાના ધારાસભ્યો વિકાસ સાથે ગુમ થયેલ છે ? નૂતનવર્ષ માં નેતાઓ અને તંત્ર વિકાસ ને શોધી શકશે !!

<span;>મોરબીની પ્રજા છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત છે તેમ છતાં મોરબીની પ્રજાના આ તકલીફને સુવિધા સમજીને ચલાવિં રહી છે મોરબી શહેરના વિવિધ માર્ગો સમાર કામ માંગે છે તો ઉભરાતી ગટર વિકાસની સુગંધ આપે છે ઠેર ઠેર કચરના ગંજ અને જલ સે નળ તક યોજનાની વાતો કરતી સરકાર શહેરમાં તેમજ શહેર ની આજુબાજુના વિસ્તારમાં સમયસર પાણી નથી આપી શકતી વિકાસ એ વેગ પકડ્યો છે તે ક્યાં જઈ ને થંભશે ??

<span;>મોરબીના વિવિધ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ છે ત્યારે મોરબી માં કોઈ સમસ્યાઓ અંત આવે તે માટે પ્રજા તરસી રહી છે મોરબી અને ટંકારા ના ધારાસભ્ય પ્રજાના પ્રશ્ને સમજવાના બદલે શું કરી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે પ્રજાના પ્રશ્ને નિવારણ લાવવા માટે નેતાઓ પોતાનો સમય આપવો જરૂર છે પણ આ બંને નેતાઓ વિકાસ ને લેવા માટે ગયેલ છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે

<span;>મોરબીના મુખ્ય માર્ગો માં ખાડા પડી ગયા છે તેવી જ રીતે ઉભરાતી ગટર, મોરબીના એતિહસિક સ્થળો વાંકાનેર દરવાજો, દરબાર ગઢ સામે કચરો આ મોરબીનો વિકાસ બોલે છે આ જ રીતે મોરબીનો લાતી પ્લોટ ઉભરાતી ગટર થી પીડાય રહ્યો છે તેમ છતાં મોરબી વિકાસ થયો છે ત્યારે મોરબી – ટંકારા વિધાનસભા
<span;>વિસ્તારના અનેક સ્થળો પર પાણી નથી મળી રહ્યું સરકાર જલ સે નળ તક યોજના થકી છેવાડાના ગામો માં પાણી પહોંચાડવી વાતો કરી રહી છે તેજ સરકારના ના રાજ માં શહેરના મધ્યમાં ભાગ માં પાણી નથી મળી રહ્યું આ છે વિકાસ આ વાસ્તવિકતા છે અને નેતાઓ પ્રજાને મૂર્ખ સમજી ને છેત્તરી રહ્યા છે ત્યારે આ નેતાઓ ને કુદરત કોઈ ઠપકો આપે તો જ પ્રજાને સુખાકારી મળી શકશે.

<span;>પ્રજાના સેવક ચૂંટણી માં કરેલ વાયદા ભૂલી જાય છે અને પ્રજા તેમને કરેલ વાયદાઓ યાદ કરાવે તો સમય ની માંગ કરે છે પ્રજાએ લોક સેવક ચૂંટ્યા હોય છે પણ ચૂંટાયા પછી તે નેતા જાણે પોતેજ સર્વસ તેવી રીતે પ્રજાને વાયદા પર વાયદા આપ્યા કરે છે પ્રજા પ્રશ્ન પૂછે ત્યારે નેતા લોલીપોપ આપ્યા કરે છે સેવક જ્યારે વાયદા આપે ત્યારે પ્રજા હેરાન થાય ત્યારે તેનો જવાબદાર કોણ પ્રજા એ પોતાની સમસ્યાઓ સમજી શકે તે માટે પ્રતિનિધિ રૂપે નેતાને ચૂંટ્યા હોય છે તેજ નેતા પ્રજાના પ્રશ્નનું સમાધાન કરવાના બદલે માત્ર આશ્વાસન આપે તે કયાં હદે ઉચિત કહેવાય ?