મોરબી : ‘Employability Skills’ વિષય પર વર્કશોપ યોજાયો

રાજકોટની દર્શન યુનિવર્સિટી અને મોરબી ની શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજ  નાં સંયુક્ત ઉપક્રમે ‘Employability Skills’ વિષય પર તા. 06 એપ્રિલ, 2022ના રોજ B.Com., BBA, BCA & B.A. નાં વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ધવલ વ્યાસ દ્વારા કોમર્સ, મેનેજમેન્ટ અને આઈ.ટી. ક્ષેત્રે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અલગ-અલગ કેરિયર ઓપ્શન વિશેનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, બિઝનેસ, પ્રોફેશન તથા ગ્રેજ્યુએશન બાદ થતા માસ્ટર્સ, ડિપ્લોમા અને સ્કિલ ડેવલોપમેન્ટ ને લગતા વિવિધ પ્રોફેશનલ અને સર્ટિફિકેટ કોર્ષ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી.

આ વર્કશોપમાં ડો. નવજ્યોત રાવલ દ્વારા Resume Building and Interview Techniques જેવા મહત્વનાં વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલું હતું. જેમાં વિવિધ પ્રકારના રિઝ્યુમ, રિઝ્યુમ બનાવવા માટેનું ફોર્મેટ તથા જોબ મેળવવા માટે ઇન્ટરવ્યૂ પહેલા અને ઇન્ટરવ્યૂ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલું હતું.

આ વર્કશોપનાં અંતે બધા જ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓ પોતાની એકેડેમિક અને પ્રોફેશનલ કેરિયરમાં સારી રીતે સફળતા મેળવી શકે તે ઉદ્દેશ્યથી કરવામાં આવેલું હતું.

આ વર્કશોપને સફળ બનાવવા માટે શ્રીમતી આર.ઓ.પટેલ મહિલા કોલેજનાં પ્રિન્સિપાલ અશ્વિન ગામી, પ્રો. મયુર હાલપરા અને દર્શન યુનિવર્સિટીના સ્કુલ ઓફ મેનેજમેન્ટનાં ડીન ડો. અલ્પેશ ગજેરા, પ્રો. ઉમેશ ઠોરિયા, પ્રો. કિંજલ ઠાકર, પ્રો. વિરલ રાવલ તથા પૂરી ટીમ એ જહેમત ઉઠાવી હતી.

વધુ માહિતી માટે સંપર્ક: ડો. ધવલ વ્યાસ 9638595263, પ્રો. ઉમેશ ઠોરિયા 9714233355