181મહિલા હેલ્પ લાઇન ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા પીડિત મહિલાને નદીમાંથી બહાર સુરક્ષિત લવાયા

મોરબી બે દિવસથી નદી વચ્ચે બેઠેલ મહિલાને 181 અભયમ ટીમે સુરક્ષિત બહાર લાવી સારવાર અર્થે 108 દ્વારા હોસ્પીટલ લઈ જવામાં આવ્યા

એક ત્રાહિત વ્યક્તિ નો કોલ આવેલ જેમાં ત્રાહિત વ્યક્તિ એ જણાવેલ એક બહેન સવાર ના મચ્છુ નદી ની વચો વચ બેઠેલા છે જેથી બહેન ની મદદ માટે 181 પર કોલ કરી ને મદદ માગેલ.

ત્રાહિત વ્યક્તિ નો કોલ આવતા ની સાથે 181 ટીમ ,કાઉન્સિલર બીના ગોહિલ,હેડ કોન્સ્ટેબલ દક્ષા બેન , પાયલોટ જીગર ભાઈ, બહેન ની મદદ માટે રવા ના થયેલ જેમાં સ્થળ પર પહોંચી ત્રાહિત વ્યક્તિ સાથે ચર્ચા કરતા જાણવા મળેલ કે બહેન સવાર ના મચ્છુ નદી ની વચ્ચે બેઠા છે જેમાં આવવા જવાનો રસ્તો નથી બહેન પાસે જવા માટે પાણી ની અંદર થી જવું પડશે ત્યારબાદ આસપાસ લોકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે આ બહેન કાલે પણ અહીંયા જ હતા,જેથી 181 ટીમ એ કઈ બાજુ થી બહેન ની મદદે પહોંચી શકાય એ માટે રસ્તો શોધવા નો પ્રયત્ન કરેલ.બહેન ની મદદ માટે મોરબી ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરેલ ,એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર જાણ કરેલ ,બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર જાણ કરેલ,જેમાં ઇલેક્ટ્રિક સ્મશાન પાસે થી બહેન સરખા જોવા મળતા હોવાથી ત્યાં ગયેલ અને બહેન સાથે વાત કરવા નો પ્રયત્ન કરેલ જેમાં બહેન એ ઈશારો તેમના પગ સામે કરેલ જેથી જાણવા મળેલ બહેન સરખા ચાલી સકે તેમ નથી જેમાં બહેન ની મદદ માટે રસ્તો મળેલ હોવા થી 181 ટીમ તથા ફાયર બ્રિગેડ ટીમ બહેન ની મદદ માટે ઘૂંટણ સુધી પાણી માં મોડી સાંજે અંધારામા બહેન પાસે પહોંચી ને બહેન નું કાઉન્સિલગ કરી તેમની સમસ્યા જાણવા નો પ્રયત્ન કરેલ જેમાં મહિલા બે દિવસથી બેઠેલ હોય અને બહેન ની ઉંમર અંદાજિત 55 વર્ષ હોય તેમજ મહિલાએ જણાવેલ તેમણે બે દિવસથી કઈ ખાધું પીધું નથી , હાલ તેમણે જીવવાની ઈચ્છા નથી શું કરવું એ સમજાતું ન હોવાથી બે દિવસ થયા નદી ની વચ્ચે બેઠા છે.ખાધા પીધા વગર ના શારીરિક અને માનસિક અસ્વસ્થ જણાતા ફાયર બ્રિગેડ ટીમ ની મદદ થી બહેન ને સ્ટ્રેચરમા સુવડાવી ઘૂંટણ સુધી પાણી માં થી સુરક્ષિત રીતે સામે કાઠે લઈ ગયેલ બહેન અશક્ત જણાતા બહેન ને સારવાર મળી રહે તે માટે બહેન ની મદદ માટે 108 ઇમરજન્સી સારવાર પર કોલ કરેલ અને બહેન ને સારવાર અર્થે 108 મા બેસાડેલા અને બહેન ના દીકરા નો સંપર્ક કરી બહેન ના દીકરા ને બનાવની જાણ કરી અને ચર્ચા દરમ્યાન મહિલાના દીકરાએ જણાવેલ કે તેઓના માતા થોડા માનસિક અસ્વસ્થ હોવાથી અવર નવર ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જાય છે ત્યારબાદ તેમના દીકરાને મોરબી સિવિલ હોસ્પિટલ એ પહોંચવા સૂચન કરેલ

આમ 181 ટીમ એન્ડ મોરબી ફાયર બ્રિગેડ ટીમ એ બહેન ને સુરક્ષિત રીતે રેસ્ક્યું કરેલ.