આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, દ્વારા સંચાલીત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ, મોરબી દ્વારા, ૮ માર્ચ, 2026 ના રોજ મહિલાઓ માં આરોગ્ય ની જાગૃતિ માટે મફત મેડિકેલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પ માં કુલ 25 થી વધારે દર્દીઓએ આરોગ્ય લાભ મેળવ્યો.

આ કેમ્પ માં ડો. ડિમ્પલ વિરામગમાં (એમ. એસ. ગાયનેક) દ્વારા ગાયનેકોલોજી સંબંધિત તપાસ, બેઝિક હેલ્થ ચેક-અપ, માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન, ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ, સાથે ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી અને પ્રીવેન્ટીવ હેલ્થ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ આયોજન માં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસ્ટ વુમન્સ સેલ(IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાત નો ખાસ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાની, ડૉ. રાહુલ છતલાણી, ડૉ. ધ્વનિ નિમાવત અને ડૉ. ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ.મુર્ગાનંદં પેર્યાસમે ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા.
આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યલાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ.
શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસ મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.





