હળવદ ની મંગલમ વિદ્યાલય ખાતે એક બ્લોકમાં એક વિદ્યાર્થીની માટે ૧૨ લોકોનો સ્ટાફ ખડેપગે
વિશાલ જયસ્વાલ દ્વારા : જેમ બાણેજ માં ચૂંટણીમાં એક જ વ્યક્તિ માટે મતદાન મથક એવું ઉભું કરવામાં આવે છે. તેવી જ રીતે હળવદ એસએસસી બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર મંગલમ વિદ્યાલય ખાતે એક જ બ્લોક એક વિદ્યાર્થીની પરીક્ષા લેવાઇ હતી.
તાજેતરમાં એસએસસી બોર્ડ અને એચએસસી બોડૅની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં એસ.એસ.સી પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ બ્લોક એક જ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. મંગલમ વિદ્યાલયમાં આજે ધોરણ 10ની પરીક્ષા ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી વિષયનું પેપર હતું જેમાં એક જ બ્લોકમાં એક વિદ્યાર્થીની એ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અને વહીવટી તંત્ર ધ્વારા એક વિદ્યાર્થીની માટે ૧૨ કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો.