આગામી 21 તારીખ ને શનિવારે આયોજિત આ ભવ્ય લોકડાયરા માં જોડાવવા મોરબી વાસીઓ ને જાહેર અપીલ
મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષો થી અબોલ પશુ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય કે બીમાર પડે છે તેવા સમયે સંસ્થા દ્વારા તે બીમાર કે ઘાયલ પશુ કે પક્ષી ની તાત્કાલિક સારવાર તથા જરૂર જણાયે સારવાર કેન્દ્ર ખાતે ઇન્ડોર રાખી અતિ આધુનિક પદ્ધતિ દ્વારા સારવાર અને સેવા કરવામાં આવે છે આ સંસ્થા આગામી 22 તારીખે મોરબી અને આસપાસ ના વિસ્તાર માં ક્યાંય નથી તેવું અબોલ જીવો માટે અતિઆધુનિક સુવિધાઓ થી સુસજ્જ દવાખાના નો શુભારંભ કરવા જઈ રહ્યું છે જેમાં અબોલ જીવો ને જરૂરી બ્લડ રીપોર્ટસ – Xray સહિત ઓપરેશન થિયેટર ની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે.
ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર કે જેના સંચાલક મોટાભાગ ના યુવાનો જ છે જેઓ મોજ શોખ કરવાની ઉંમર માં આ ઉમદા ભગીરથ કાર્ય સાથે જોડાયેલ છે ત્યારે આ યુવાનો એ ભવિષ્ય માં આદર્શ નંદી ઘર ના નિર્માણ માટે સંકલ્પ કર્યો છે જેમાં રસ્તા પર વિચરી રહ્યા છે તેવા નંદી મહારાજ માટે અદભુત સુવિધા સંપન્ન નંદી ઘર બનાવવા નો સંકલ્પ કર્યો છે તે નિમિતે આગામી 21 તારીખે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના ખ્યાતનામ ગાયક કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી ( ગીર ) તથા ભજનિક શ્રી મિલન પટેલ સાથે અન્ય કલાકારો વેગડ સાઉન્ડ ના સથવારે ભજન અને સંતવાણી ની રમજટ બોલાવશે ત્યારે આ ભવ્યાતિભવ્ય ડાયરા ના આયોજન અંગે આજરોજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે એક અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી વધુ સ્વયંસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી અને કાર્યક્રમ ને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા ત્યારે આ યુવાનો અતિ ઉમદા કાર્ય એ પણ નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે ત્યારે મોરબી તથા મોરબી જિલ્લા વાસીઓ ને આ કાર્યક્રમ માં તન મન અને ધન થી સહકાર આપવો એ આપડા સૌ ની સહિયારી જવાબદારી અને નૈતિક ફરજ છે આ કાર્યક્રમ માં કોઈ પણ માહિતી મેળવવા માટે 7574885747 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો