મોરબી તાલુકાનાં જુના બિલીયા મુકામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રાજુભાઇ જે.ભટ્ટ, વાસુદેવભાઇ ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ડી.ભટ્ટ, જીતુભાઇ ભટ્ટ, લલીતભાઇ ભટ્ટ અને શાસ્ત્રી હર્ષદિપ એલ.ભટ્ટ, બળવંતભાઇ વી.ભટ્ટ વિગેરે દ્વારા ધાર્મિક સ્થળ ખાતે સુવિધાઓ વધારવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી અને હાલમાં ત્યાં પાકો આરસીસી હોલ બનાવવા માટેનું કામ પણ આપી દેવામાં આવેલ છે. તેવામાં તાજેતરમાં તા. 22 ને રવિવારે જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોરબી તાલુકા ઉપરાંત બહાર રહેવા માટે ગયેલા ભટ્ટ પરિવારના લોકો આવ્યા હતા અને ત્યારે હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ અને તેમના ધર્મપત્ની અ.સૌ.જયશ્રીબેન દિનેશભાઇ ભટ્ટ સાતક તરીકે બેઠા હતા અને ધાર્મિક વિધિ કરી હતી ત્યાર બાદ સહુ કોઈએ સાથે પ્રસાદ લીધો હતો. અને આ ધાર્મિક સ્થળ ઉપર હરિયાળું વન બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે ભટ્ટ પરિવારના લોકોને સ્વજનોની સ્મૃતિમાં કે પછી જન્મ દિવસ નિમિતે ત્યાં વૃક્ષા રોપણ કરવાનાનું છે તેના માટે આર્થિક સહયોગ આપી રહ્યા છે. અને વૃક્ષારોપણમાં જે કોઈએ તેનું નામ લખાવવું હોય તેઓ રાજુભાઇ જે.ભટ્ટ (૯૮૨૪૨ ૩૯૦૯૭) અથવા ચંદ્રેશભાઇ ભટ્ટ (૬૩૫૧૨ ૦૭૬૧૮) ને ફોન કરીને વૃક્ષ લખાવી શકે છે અને એક વૃક્ષના જતના માટે ૧૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળ ઉપર ભવિષ્યમાં કુળદેવી હિંગળાજ માતાજી, બહુચર માતાજીની સ્થાપના કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.



