મોરબી : નવપ્રસૂતા સ્ત્રીઓને જરૂરી પોષક તત્વોથી ભરપુર તલની ચીક્કીનું મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિતરણ કરાઈ

મોરબીમાં અનેક સામાજીક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા મુસ્કાન વેલફર સોસાયટી, મોરબી દ્વારા નવ પ્રસૂતા સ્ત્રીઓ માટે જરૂરી એવા પોષક તત્વો જેવાકે આયર્ન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપુર 80 થી વધારે ચીક્કીના બોક્ષનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંસ્થાના મહિલા સદસ્યો દ્વારા કરવામાં આવ્યુ હતુ.

જે નવપ્રસૂતા મહિલાઓ માટે ખુબ આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યને પુનર્વત કરવામાં ખુબ ઉપયોગી હોવાનું તેમજ નવ પ્રસૂતા તેમજ નવજાત શિશુને પુરતુ પોષણ પાડવુ તે મુસ્કાન વેલફર સોસાયટીની પ્રાથમિકતામાં આવતુ હોવાનું તેમજ તે બાબતે સંસ્થાની પ્રતિબદ્ધતા હોવાનું અને સમાજ માટે આ પ્રેરણાદાયી પહેલ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.