મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 12-1-2025 રવિવારના રોજ પટેલ સમાજવાડી શકત સનાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના પ્રતિભાવંત 19 ડોક્ટરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું .તેમજ વ્યસન મુક્ત થનાર સરડવા પરિવારના સભ્યનું સાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ.કરણ સરડવાએ hmpv વાયરસ તેમજ બાળકોને મોબાઇલની લતથી છોડાવવા માટેનું માર્ગદર્શન પોતાની આગવી શૈલીમાં આપ્યું હતું પરિવારના બાળકો અને યુવાનો દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય,ગીતો,રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ જુદી જુદી ગેમ,ક્વિઝ રમાડી પ્રોત્સાહિત ઇનામ આપવામા આવ્યા હતા.કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મણીભાઈ નાથાભાઈ સરડવા, નિલેશભાઈ સરડવા, મનસુખભાઈ સરડવા તથા સ્નેહમિલન સમિતિના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સરડવા નરેશભાઈએ કર્યું હતું.