નવા કોઠારીયા પ્રાથમિક શાળાના બાળકો જોયફૂલ ટયુઝડે અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લામાં કેન્દ્ર સરકાર સંચાલિત એક જવાહર નવોદય વિદ્યાલય હોય છે. આપણા મોરબી જિલ્લાની નવોદય વિદ્યાલય કોઠારીયા(જડેશ્વર)ખાતે આવેલ છે. જોયફુલ ટયુઝડે ભાર વગર નું ભણતર અંતર્ગત બેગલેસ ડે ની ઊજવણી ના ભાગ રૂપે નવા કોઠારીયા પ્રાથમિક શાળા ના બાળકો એ જવાહર નવોદય વિદ્યાલય ની મુલાકાત લીધી.

ત્યાં આચાર્ય બોરોલે સર અને સ્ટાફ દ્વારા ખૂબ સરસ રીતે નવોદય ની માહીતી આપી તથા બાળકો ની ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર, પટેલ ધર્મેશભાઈ, હેતલબેન મકવાણા તથા અનિમેષ ભાઈ દુબરિયા એ જહેમત ઉઠાવી હતી અને બાળકોની જીજ્ઞાશાવૃત્તિને સંતોષી હતી. અંત માં શાળા પરિવાર દ્વારા બાળકો ને નાસ્તો કરાવાયો હતો.