મોરબી ખાતે છેલ્લા આઠ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની ૨૫૧ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે નવમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું આગામી ૨૩/૦૨/૨૦૨૫ ના રોજ આયોજન કરેલ છે જેમાં ૨૮ ગરીબ કન્યાઓના લગ્નો નિર્ધારિત થયા છે તો આપને વિનંતી આર્થિક સહયોગ આપી કન્યા દાન નું પુણ્ય મેળવશો.
આપે આપેલ અમૂલ્ય દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(૫) હેઠળ કર મુક્ત રહશે વધુ માહિતી માટે સંપર્ક કરો ડો.પરેશ પારીઆ પ્રમુખ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી મોં.૮૭૩૨૯૧૮૧૮૩



