કેન્દ્રીય ગૃહ ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના નવા અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે

દિલીપ સંઘાણીનું સહર્ષ નિમંત્રણ સ્વીકારતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) એ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ સંઘ છે:દિલીપ સંઘાણી, ત્રિભુવનદાસ પટેલ દ્વારા વર્ષ 1960 માં ગુજકોમાસોલ ની સ્થાપના કરવામાં આવેલ.

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની ગાંધીનગર જી.આઈ. ડી. સી. ખાતે નિર્માણ પામેલ અધ્યતન બિલ્ડીંગ “ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન” નું આગામી તા. 10-04-22 ના રોજ બપોરે 03:00  કલાકે કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે.

કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સી.આર.પાટીલ, રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઇ પંચાલ તેમજ રાજ્ય કક્ષાની તમામ સહકારી સંસ્થાઓના ચેરમેન, ડાયરેક્ટર, જિલ્લા તેમજ તાલુકા સહકારી સંઘ, માર્કેટીંગ યાર્ડ તથા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સહિતરાજ્યના અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપસંઘાણી એ જણાવ્યું હતું.