યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ત્રિરંગા (રાષ્ટ્રધ્વજ)ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપી ને વિવિધ જાહેર જગ્યાઓ પર લોકોને વિતરણ કરાયા

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશ ની આન બાન અને શાન સમા ત્રિરંગા (રાષ્ટ્રધ્વજ)ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપી ને મોરબી માં આવેલી વિવિધ જાહેર જગ્યાઓ પર લોકો ને વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્ય આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવાનો પ્રયાશ કર્યો.

યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ૨૬મી જાન્યુઆરી ના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા પોતપોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અપીલ કરવામાં આવે છે.