મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

શ્રી મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળનો ચતુર્થવિધ કાર્યક્રમ સ્નેહમિલન, નિવૃત્ત થતા , પ્રમોશન મળેલ ,નવા સર્વિસમાં જોડાયેલા અને દાતાઓનો સન્માન સમારંભ યોજાયેલ

કાર્યક્રમની શરૂઆતમાંસર્વ ધર્મ પ્રાર્થના અને સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ પ્રસંગે સર્વે મહેમાનોનું મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભીએ શબ્દોથી સ્વાગત કરેલ, ત્યારબાદ મંડળના કારોબારીના સભ્યોએ પુષ્પ અને રૂમાલથી સર્વેમહેમાનનું સ્વાગત કરેલ.

આ પસંગે કર્મચારી મંડળનો અહેવાલ આપતા છગનભાઈ ખાણઘરે જણાવેલ કે ,આ મંડળની સ્થાપના 2006થી કરવામાં આવેલ , જેમનો હેતુ એક બીજા કર્મચારી પરિચયમાં આવે અને સમાજને કઈ રીતે ઉપયોગી બનાય એ માટે દર વર્ષે સ્નેહમિલન અને સમૂહ ભોજન રાખવામાં આવે છે. તેમ જ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે પુસ્તકો આપવામાં આવે છે એટલું જ નહીં દર વર્ષે નિવૃત્ત થતા , પ્રમોશન મળેલ અને નવા જોડાયેલ કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. વર્ષ 2024માં નિવૃત્ત થતા આ મંડળના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પરમાર- જેટકો, પ્રભાબેન ધનજીભાઈ કંઝારિયા- નગરપાલિકા ,પ્રમોશન મળેલ કાનજીભાઈ એલ, ડાભી પીઆઇ- રેલવે ,ચેતન પી. હડિયલ- સિનિયર સર્વેયર અને 13 નવા કર્મચારીઓનું સન્માન કરેલ દાતાઓ દીપકભાઈ એમ. કંઝારિયા -ગાંધીનગર, મહેશભાઈ કંઝારિયા, દેવેશભાઈ કંઝારિયા ,ધનજીભાઈ પરમાર વગેરેનું પ્રમુખશ્રીના હસ્તે સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે સન્માન પત્રનું વાંચન , કેતનભાઈ પરમાર, મહેશભાઈ કંઝારિયા , દેવેશભાઈ કંઝારિયાએ કરેલ આ પ્રસંગે આ મંડળના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પરમારે મંડળના ઉત્કર્ષની અને પોતાના સમય દરમ્યાન થયેલા કાર્યોની વાત કરે.
શ્રી સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ એલ.ડી .હડિયલ સમાજના ઉત્કર્ષ વિશે વાત કરી અને જ્યાં જરૂર હોય ત્યાં તમારી સાથે જ છીએ તેમ જણાવેલ તો રાજકોટથી પધારેલ રાજકોટ સતવારા સમાજના પ્રમુખ શાંતિભાઈ પરમારે રાજકોટમાં બનતી જ્ઞાતિની કન્યા છાત્રાલય વિશે વિસ્તૃત ચર્ચા કરેલ અને કર્મચારી અને મોરબી સમાજમાંથી આર્થિક યોગદાન આપવા વિનંતી કરેલ.સહમંત્રી વિજયભાઈ ખાંદલાએ રાજકોટમાં જ્ઞાતિની કન્યા છાત્રાલયની જરૂરિયાત વિશે વાત કરેલ તો આ મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભીએ મંડળના કાર્યો અને પ્રવૃત્તિ અંગે વિગતવાર વાત કરી.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને શ્રી સતવારા નવગામ જ્ઞાતિ- મોરબીના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાએ સર્વે કર્મચારીઓને કુટુંબ માટે ,સમાજ માટે અને જ્યાં નોકરી કરતા હોય ત્યાં નિષ્ઠાથી કામ કરીએ, તો નોંધ લેવાય જ સમાજમાં નોકરી કરતા ભાઈઓ વિશે સમાજની દ્રષ્ટિ હંમેશા માનભરી હોય છે ,એટલે આપણે સમાજમાં ઉપયોગી થવા માટે પ્રયત્ન કરવા જોઈએ જુદા જુદા વિસ્તારમાં સમાજના કુમાર અને કન્યા છાત્રાલયો બની રહ્યા છે તેમાં જેમ ને ઈશ્વરે આપેલ હોય, તેઓએ ભવિષ્યનો વિચાર કરીને સમાજના ઉત્કર્ષ માટે યથાશક્તિ ફાળો આપવો જોઈએ ,આ અંગે સમાજમાં જાગૃતિ આવવી જોઈએ સમાજમાં અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિ કરે છે તેઓનો એક જ હેતુ હોય છે-,સમાજનો ઉત્કર્ષ એમાં આપણે પણ સહભાગી બનીએ એવી અપેક્ષા સાથે સમાજમાં વિવિધ મંડળોની પ્રવૃતિની વાત કરેલ.

આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખશ્રીઓ જેમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ- ડો.લખમણભાઇ કંઝારિયા શ્રી સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ- ગોવિંદભાઈ હડીયલ , સમસ્ત એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ડી .એલ. હડિયલસાહેબ , રાજકોટ સતવારા સમાજના પ્રમુખ શાંતિભાઈ પરમાર, ઉપપ્રમુખશ્રી ભગવાનજીભાઈ પરમાર, મંત્રી માવજીભાઈ માલવિયા ,સહમંત્રી વિજયભાઈ ખાંદલા ,ખજાનચી હીરાભાઈ કંઝારિયા ,આ મંડળના પૂર્વ પ્રમુખઓ મિનેષભાઈ એ. જાદવ ,મહેશભાઈ એન. પરમાર વગેરે આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

અંતમાં સર્વે મહેમાનોનો આભાર ઉપપ્રમુખશ્રી સુનિલભાઈ પરમારે માનેલ કર્મચારી પરિવારની વિશાળ હાજરીમાં અંતે કર્મચારીના સહપરિવાર સાથે સ્વરુચિ ભોજન સર્વેએ માણેલ શ્રી મોરબી જિલ્લા સતવારા કર્મચારીના મંડળના મંત્રી ધીરુભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન કરેલકાર્યક્રમને સફળ બનાવવા આ મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભી , ઉપપ્રમુખ સુનિલભાઈઊ પરમાર , મંત્રી ધીરુભાઈ પરમાર, ખજાનચી પિનાકીનભાઈ કંઝારિયા તેમ જ કારોબારી સભ્યોએ જેહમત ઉઠાવેલ.