મોરબીમાં શુક્લ પરિવારના લગ્ન પ્રસંગે મોરબીના ધારાસભ્ય સહિત જુનિયર નરેશ કનોડીયા, જુનિયર હિતેન કુમાર, એક્ટર અનુરાધા ચૌહાણે, એક્ટર અમૃતા પરમારે હાજર આપી હતી.
મોરબીમાં આજે મુકેશભાઈ ભગવાનદાસ શુકલ તથા મીનાક્ષીબેન શુકલની દિકરી પુનમબેનના લગ્ન રાજકોટ નિવાસી મનસુખભાઈ વાલજીભાઈ જોગેલના સુપુત્ર યશ કુમાર સાથે લગ્ન નિરધારેલ હતા. ત્યારે આ લગ્ન પ્રસંગમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હાજરી આપી હતી. સાથે જ ગુજરાતી ફિલ્મ અભિનેતા જુનિયર નરેશ કનોડિયા (લલિત મંડલી), જુનિયર હિતેન કુમાર (જેન્તીલાલ શુકલ), એક્ટર અનુરાધા ચૌહાણે, એક્ટર અમૃતા પરમારે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા જુનિયર નરેશ કનોડિયા તથા હિતેન કુમાર સાથે લોકો ફોટા પડાવતા જોવા મળ્યા હતા.




