લાયન્સનગર પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ના હસ્તે સવારે ૮/૩૦ વાગ્યે સૂર્યદેવના સુપ્રભાત કિરણોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું આ ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા, લા મહાદેવભાઈ ચિખલીયા, લા પરસોત્તમભાઈ કાલરીયા, લા પ્રાણજીવનભાઈ રંગપડિયા, લા ગૌતમભાઈ કાલરીયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયા અને તેમનો સમગ્ર સ્ટાફ ધોરણ ૧ થી ૮ ના તમામ વિધાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓ ની પ્રેરક હાજરી હતી આ કાર્યક્રમમાં ભુતપૂર્વ વિધાર્થીઓ તેમજ પુર્વ કાઉન્સિલર પરમારભાઈ અને સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પણ આ રાષ્ટ્રીય પર્વમાં સુચક હાજરી આપી હતી
ધ્વજવંદન બાદ શાળાના તમામ વિધાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ભાવ ઉજાગર કરતા નારા લગાવ્યા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેમાં દેશભક્તિ’ પર્યાવરણ અને નારીશક્તિની થીમ પરના કાર્યક્રમો રજૂ કર્યા વ્યસનમુક્તિ ઝુંબેશ વિશે શાળાના બાળકો દ્વારા લઘુનાટિકા પહેરવેશ અને એક્શન સાથે આબેહુબ રજૂ કરવામાં આવ્યા




લાયન્સનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓ ને ખજાનચી લા મણિલાલ જે કાવર તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા દરેક વિદ્યાર્થીઓ ને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નાસ્તો આપવામાં આવ્યો રાષ્ટ્રીયભાવનાને ઉજાગર કરતું વક્તવ્ય સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા એ આપ્યું અને શાળાના આચાર્ય સાણંદિયાભાઈ એ શાળાના બાળકોના શિક્ષણ તેમજ તંદુરસ્તી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રવચન આપ્યું અને તમામ વાલીઓને ટકોર કરી કે તમારા બાળકને ભણાવશો તો તેઓનુ ભવિષ્ય સારૂ બનશે અને તમને ઉપયોગી થશે અંતે આભારવિધિ કરી આ રાષ્ટ્રીય પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા એ રાષ્ટ્રીય પર્વનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો
