મોરબી સેશન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસમાં ધરપકડ થયેલ આરોપીઓ ને જામીન પર છુટકારો

મોરબી સેશન્સ કોર્ટમાં લેન્ડગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ મનજીભાઈ ગોરધનભાઈ ફલતરીયા,નીલેશભાઈ મનજીભાઈ લતરીયા,હરેશભાઈ મનજીભાઈ ફલતરીયા જામીન પર છૂટકારો

ટંકારા તાલુકાના પોલીસે ફરીયાદી ની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામ ધુનડા(સ) ની સર્વ નં. ૭૪૬ વાળી જમીન ઉપર આ કામના આરોપીઓ કબજો કરેલ હોય જે આજ દિવસ સુધી ચાલુ રાખી ગુનો કર્યા બાબતની ટંકારા તાલુકા પોલીસે આરોપીઓ વીરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડનાર પર પ્રતિબંધ કાયદાની કલમ ૩,૪(૧)(૩),૫ (સી) મુજબ નોંધી ધરપકડ કરવામાં આવેલી આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ એચ.એમ.ભોરણીયા તથા ચીરાગ વી.કંઝારીયા રોકાયેલ

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નિદ્દોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુન્હામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીઓની સીધી કે આડકતરી આ ગુન્હામાં સંડોવણી નથી કોઈ ગુન્હાહીત ભુતકાળ ધરાવતા નથી રીતે આરોપીઓની આ ગુન્હામાં સંડોવણી નથી તેમજ બેઈલ માટેના વિવિધ ચુકાદાઓ રજુ પ્રથમ દર્શનીય કરેલ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી એચ.એમ.ભોરણીયા,ચીરાગ વી.કંઝારીયા, પ્રદીપ કે. કાટીયા, નીશાબેન વડસોલા, ઉર્મીલાબેન ચાવડા રોકાયા હતા