ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી: મોરબીમાં 3 ડમ્પરોને ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઝડપી પાડ્યા

મોરબી: આજે તા.03 ના રોજ જે.એસ. વાઢેર, ભુસ્તરશાસ્ત્રીની સુચના મુજબ રોડ ચેકીંગ કરતાં કચેરીની ક્ષેત્રીય ટીમનાં દ્વારા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના વિવિધ સ્થળોએ આક્સ્મિક રોડ ચેકીંગ હાથ ધરી કુલ 03 ડમ્પરોને ગેરકાયદેસર ખનીજ પરિવહન બદલ પકડવામાં આવેલ હતા.

જે તપાસ દરમ્યાન મોજે. લક્ષ્મીનગર ખાતેથી હાર્ડ મોરમ ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા એક ડમ્પર ન. GJ-36-X-7493 અને મોજે. ખોખરા હનુમાન રોડ બેલા ખાતેથી રોયલ્ટી પાસ વગર ફાયરકલે ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા એક ડમ્પર GJ-36-V-7774 ને અને મોજે. ઘુન્ટુ ખાતેથી એક ડમપર નં GJ-36-T-9157 ને પકડી સીઝ કરી તાલુકા પો. સ્ટે મોરબી ખાતે મૂકી આગળ ની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ અધિકારી/કર્મચારી- રાહુલ મહેશ્વરી (રોયલ્ટી ઈન્સપેક્ટર મોરબી) જોડાયા હતા. હાલ કુલ આશરે 75 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.