વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને વેગ આપી ત્વરિત શરૂ કરવા સૂચના અપાઈ

વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિત સોમાણી દ્વારા ચાર્જ સાંભળતાની સાથે જ નગરપાલિકા વિસ્તારમાં બાકી રહેલા કામોની વિગતો મેળવી હતી પાલિકા વિસ્તારમાં લાઈટ , પાણી, સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે સાથે જ પાલિકાના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને મળી જે કાંઈ ફરિયાદો તેમજ બાકી રહેલા કામો ત્વરિતપણે શરૂ કરવા સૂચના અપાય હતી.

પાલિકાના યુવા અને શિક્ષિત ઉપ પ્રમુખ હર્ષિત સોમાણી દ્વારા ચાર્જ સાંભળતાની સાથે જ એકશન મોડમાં આવી ગયા હોય એવું જોવા મળ્યું હતું આગામી દિવસોમાં શહેરમાં બાકી રહેલ રોડ રસ્તા તેમજ પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે સાથે સ્વચ્છતા બાબતે પૂરતું ધ્યાન આપવા કર્મચારીઓને સૂચના પણ અપાય સાથે ભવિષ્યમાં લોક ઉપયોગી કામોને વેગ આપી લોકો પ્રશ્નોને પ્રાથમિકતા આપી સંતોષકારક કામગીરી કરવામાં આવશે તેવું તેને જણાવ્યું હતું.