હળવદ તાલુકાના માથક ગામ પાસે બે કારમાંથી 400 લીટર ચોરીના ડિઝલ સાથે પાંચ ઇસમોને કુલ કિ.રૂ.5,36,000ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો મુજબ હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માથક ગામ પાસે રેઇડ કરી કાર તથા ઇક્કો કારમાંથી અલગ અલગ કુલ 12 કેરબાઓમાં 400 લીટર શંકાસ્પદ/ચોરીના ડિઝલના જથ્થા સાથે પાંચ ઇસમોને કુલ કિ.રૂ 5,36,00 ના મુદામાલ સાથે વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઇ પરમાર, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર, અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા, કુલદીપસિંહ ભરતભાઈ લકુમ સહિતના પાંચેય ઈસમને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ પાંચેય ઇસમોની પુછપરછ કરતા કબ્જે કરેલ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાનું કબુલાત આપી હતી. જેથી પોલીસે હાલ પાંચેય ઈસમ વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




આ કામગીરીમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, પો.હેડ.કોન્સ. દિનેશભાઈ હનાભાઈ, લાલભા રઘુભા, હરેશભાઇ ઇન્દુલાલ, શકિતસિંહ બહાદુરસિંહ તથા પો.કોન્સ. વનરાજસિંહ માવુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઇ મનજીભાઇ, સાગરભાઇ ડાયાભાઇ, યુવરાજસિંહ નીરૂભા, રણજીતસિંહ અરજણભાઇ, કિશનભાઇ ધીરૂભાઇ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.
